ક. લ.જુ.ગ.

ક. લ.જુ.ગ.

માણસ કચકચિયો ના હોય
બીજાની વાતો માં રસ લેતો રસિયો ના હોય
ભલે સાચો હોય પણ વાર વાત માં શિખામણ ના દેતો હોય
વારે વારે વિસ્મય થી આપણી આંખોપહોળી ના કરી દેતો હોય।

સાચા નો અને ખોટા નો ભેદ પારખવો મુશ્કેલ છે
ફક્ત આપણા વિશ્વાસ પરજ વાત ટકેલ છે
આપણ ને આહત કરવા માટે જ જો સાચાપણા નો ઢોંગ કરતો હોય તો!
એને આપણે શું સમજવું એજ એક મોટો સવાલ છે।

હવે કોણે પુજાવું જોઈએ અને કોણે મુંઝાવું જોઈએ?
સારા નું અપનાવવું કોણે સૂઝાવું જોઈએ?
આ ખરેખર પ્રશ્ન મોટો છે
જીવન માટે એક ત્રીભેટો છે।

આપણું જીવન સમસ્યાઓથી ઘેરાયેલું હોય!
વારંવાર નિકાલ લાવવા પ્રેરાયેલું હોય!
ત્યારે પગ આપોઆપ સ્વામીજીઓ તરફ ફંટાય છે
કેટલાયે તરી જાય છે અને કેટલાયે ફસાઈ જાય છે।

કલા માં પારંગત
લડવા માં એક્કો
જુદું પાડવાનો શોધે મોકો
ગલીગલી માં મળી જાય આવા લોકો
આનેજ કહેવાય ક. લ.જુ.ગ. અને તેનાથી ચેતો।

ભગવાને તમને પણ વિચારવાની શક્તિ આપી છે
જીવન કેમ જીવવું તેની યુક્તિ પણ સમજાવી છે
છોડી ડો આવતી કાલ ની ચિંતા!
તમે આજે જ છો જીવન માં જીવતા।

શરણે જાવ
પણ ના મૂંઝાવ
લો બધાના સુજાવ
પણ જલ્દી થી ઠરીઠામ થાવ।

by Hasmukh Amathalal

Comments (2)

welcoem rajen dran Like · Reply · 1 · Just now
શરણે જાવ પણ ના મૂંઝાવ લો બધાના સુજાવ પણ જલ્દી થી ઠરીઠામ થાવ।