પ્રકૃતિ ની સાથે

પ્રકૃતિ ની સાથે

ઝરમર વર્ષા નું આગમન
સાથે સાથે પ્રેમ નું આચમન
મોરલો ટહુકી રહ્યો મનોમન
બસ આજ તો હતું પ્રલોભન।

અમે આજે મળી રહ્યા હતા
નવા સંબંધ ની ચર્ચા કરવાના હતા
હું આનંદવિભોર થઇ ગઈ
સપનોની વણઝાર માં ખોવાઈ ગઈ।

' તો તમે નક્કી કરી લીધુ ' તે પૂછી રહ્યો હતો
મારા મન નો નશો ચડે જતો હતો
હું નવા સપનો સજાવી ઝૂમી રહી હતી
'હા.હા ' હું સ્વગત જવાબ આપી રહી હતી।

વૃક્ષઘટાઓ ઝૂમી ઝૂમી આનંદ વ્યક્ત કરતી હતી
તેમની સુંદર પ્રતિભા ને જાને નવો ઓપ આપી રહી હતી
કોઈને પણ આવકાર આપવો એ આપણી સંસ્કૃતિ રહી છે
અને જીવનસાથી ને નિહાળવો નજદીક થી એતો એક લાક્ષણિકતા રહી છે।

મન ધીરેથી રડી પડ્યું
જાણે માથે આભ તૂટી પડ્યું
હવે એ કદી મળવા નહિ આવે!
મારા શમણાં ને જીવંત કરવા નો મનસૂબો હવે રહ્યો અપૂર્ણતા ને આરે।

તે વહાલો થઇ ગયો
પ્રકૃતિ ની ગોદ માં સમાઈ ગયો
મને આમંત્રણ પણ આપવાનું પણ ભૂલી ગયો
સતત વિલાપ ની ભેટ આપતો ગયો।

હવાની થપાટ તેની યાદ અપાવે છે
હસતો ચેહરો જીવન ની મધુરતા ને ખીલાવે છે
' ના, હું કદીપણ નિરાશ નહિ થાઉં'
તેની છેલ્લી ઈચ્છા ને લુપ્ત નહિ થવા દઉં।

જીવન સાથે કે વગર
સાથે તો છે યાદ હર ડગર
ફરી ફૂલ ખીલશે પ્રકૃતિ ની સાથે
પડ્યો છે મોટો ભાર માથે।

by Hasmukh Amathalal

Comments (2)

welcome aman pandey Like · Reply · 1 · Just now Manage
welcome aman pandey Like · Reply · 1 · Just now Manage Hasmukh Mehta Hasmukh Mehta welcome Dhawal Barot Ni Vaat - ધવલ બારોટની વાત Shola Balogun Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now