જૂજ માણસો

જૂજ માણસો

ના હોય ઉજૂજ માણસોદારતા
તો ક્યાંથી હોય માનવતા?
ક્યાંથી બની શકે માનવ એક દેવતા?
આવા વિચારથી કદી ના મન ને ફોસલાવતા।

ઘર બાળી ને તીરથ
આ નથી એનો અર્થ
ઘર સાચવીને બનાવો ગૃહમંદિર
રહો બધા સુખેથી અંદર।

આજકાલ જીવન વ્યતીત કરવું એજ મુસીબત
બધા રાખે એકજ અભિગમ અને માને નસીબ અને કુદરત
'એની મરજી વગર પાંદડુ પણ ના હાલે '
આજનું કામ કાલ પર ના ચાલે।

સંસાર ને ચલાવવોજ પડે
એનો મારો સેહવોજ પડે
ના પણ નસીબ થાય ખાવાનું રોજ
પણ આપણે આભાર માણવાનો થાય હરરોજ।

સમો જ બદલાઈ ગયો છે
માનવો ને ક્રૂર બનાવતો ગયો છે।
કેમ કરી ને લૂંટી લેવું અને પૈસાદાર થઇ જવું
આવુંજ છે આજકાલ લોકોનું વિચારવું।

આવા સંજોગો મા બીજો વિચાર જ અસંભવ છે
બહુજ જૂજ માણસો તમને મળી શકે છે
કે જેમની વિચારસરણી બધાથી ઉપર હોય
આદર્શ પણ લાગે અને પ્રગતિશીલ હોય।

by Hasmukh Amathalal

Comments (1)

આવુંજ છે આજકાલ લોકોનું વિચારવું। આવા સંજોગો મા બીજો વિચાર જ અસંભવ છે બહુજ જૂજ માણસો તમને મળી શકે છે કે જેમની વિચારસરણી બધાથી ઉપર હોય આદર્શ પણ લાગે અને પ્રગતિશીલ હોય।