દોસ્તી એટલે

દોસ્તી એટલે

મારે મન દોસ્તી એટલે સખાવતી
જીવન માં જામતી
અને સમાજ માં શોભાવતી
અને સમય આવે બિરદાવતી।

આતો સ્વયં દેવી આશીર્વાદ
તેનો ના હોય કોઈ વાદ
કે પછી પ્રતિવાદ
ફક્ત હોય એકબીજાનો સંવાદ।

કેમ આવી તંદુરસ્ત લાગણી!
ના હોય તેમાં કોઈ માંગણી
ફકત સંબંધ ની લ્હાણી
બની જાય પછી એક લોકકહાણી।

કોઈ ઉપનામ આપે 'સર્વોચ્ચ પ્રેમકહાણી '
કોઈ કહે મિત્ર માટે સાચી લાગણી
પ્રેમભર્યો સુમેળ સંબંધ
અને પાછો રહે અતૂટ અને અકબંધ।

કેટલા કેટલા તેના માટે સંબોધન
તેને માટે ના જોઈએ કોઈ આવેદન
ના નાત કે જાત નું કોઈ પ્રલોભન
બસ એક પ્રેમભાવ નું સંશોધન।

મને વારંવાર યાદ આવે
કેટલી કેટલી લાગણીઓને ખેંચી લાવે
અસ્રુ ની છૂટ થી લ્હાણી કરાવે
ક્યાંથી ને ક્યાંથી તેનો ચેહરો ખેંચી લાવે!

પહેલેથીજ મને મિત્રભાવ
હું રાખું નિખાલસ ભાવ
મને મળવું અને વાત કરવી ખુબજ ગમે
અરે! નાના બાળકો અને ગલુડિયાઓ પાસે આવી રમે।

જેને પ્રભુ મેહરબાની વરસાવે
તેનેજ આવો ભાવ આવે
પૈસા તો બહુજ મળશે જીવન માં
પણ ક્યાં છે અબોલ પ્રેમના આ સૂકા વન માં!

by Hasmukh Amathalal

Comments (2)

જેને પ્રભુ મેહરબાની વરસાવે તેનેજ આવો ભાવ આવે પૈસા તો બહુજ મળશે જીવન માં પણ ક્યાં છે અબોલ પ્રેમના આ સૂકા વન માં!
જેને પ્રભુ મેહરબાની વરસાવે તેનેજ આવો ભાવ આવે પૈસા તો બહુજ મળશે જીવન માં પણ ક્યાં છે અબોલ પ્રેમના આ સૂકા વન માં!