એકજ ધ્યેય

એકજ ધ્યેય

મને યાદ છે
સંબંધ કેટલો ગાઢ છે
તેનો ક્યાસ ક્યારેય ન કાઢી શકાય
મન માં ને મન માં મુંજાઈ જવાય।

ઘણી ઘણી નાનપણ ની વાતો
આગળ વધવાની મુરાદો
કેટલું કેટલું વાંચતા આખી રાતો!
બસ આગળ કેમ વધવું તેનોજ ક્યાસ કઢાતો।

બધાજ મધ્યમ કુટુંબ ના
સાધનો નો અભાવ બધાના ઘર માં
પણ ભણવાનું ઝનૂન વધારે
બધા જ હતા એકબીજા ને સહારે।

અમે એક બીજાના કપડા પહેરતા
અને ઇન્ટરવ્યુ માટે જતા
ગરીબાઈ ની શરમ તો રાખતા
પણ મજબૂરી માં માંગી લેતા।

મને યાદ નથી કોઈ દિવસ અમે લડયા હોય
જાણે એક બીજા વગર રહી ના શકતા હોય
રોજ શિક્ષકો ના વખાણ અને તેમની નજીક જવાની ઘેલછા
શિક્ષકોની પણ હતી એટલી જ ઘનિષ્ઠતા।

આજે મન માં બધાની યાદ આવી જાય છે
ખરા દિલ થી પાંપણ ને ભીંજવી જાય છે
અમારી વચ્ચે કદી કોઈ એવો મુદ્દો ના ચર્ચાતો
બસ આગળ કેમ જવાનું તેની યાદ આપી ને રડાવતો।

મારું કુટુંબ થોડું ગરીબ
પણ સારા માબાપ નું નસીબ
પાછા પડે બિચારા આવક થી
હું જોઈ રહેતો તેમને મૂક બની લાચારી થી।

પણ જીવન નો રંગ હતો
યુવાની નો સંગ હતો
ફના થઇ જવાની એક તમન્ના હતી
દેશ ખાતર કુરબાની ની તૈયારી હતી।

બધુજ કુદરત ને મંજુર હતું
કુટુંબ માં માબાપ ને મજબૂર કરતુ હતું
મારે મન કુટુંબ એજ એક લક્ષ્ય
તેમનો ચેહરો આવીજાય ત્રાદ્રશ્ય।

આવું છે બાળપણ નું ભોળું મિલન
બધાજ હતા સીધાસાદા અને પાછા વિલન
એકજ ધ્યેય જીવન ને ધપાવવાનો
કુટુંબ ને શ્રેય અને નામના અપાવવાનો।

by Hasmukh Amathalal

Comments (4)

welcome mohahammad hanif pathan
welcome imtiyaz pathan Like · Reply · 1 · Just now Manage
welcoem jayati venkatassamy Like · Reply · 1 · Just now
આવું છે બાળપણ નું ભોળું મિલન બધાજ હતા સીધાસાદા અને પાછા વિલન એકજ ધ્યેય જીવન ને ધપાવવાનો કુટુંબ ને શ્રેય અને નામના અપાવવાનો।