સ્ત્રી નું મૂલ્ય

સ્ત્રી નું મૂલ્ય

Friday, January 19,2018
9: 38 PMસ્ત્રી નું મૂલ્ય છે
અમૂલ્ય
આપણા ઘર નુંઆભૂષણ
છતાં થાય તેનું શોષણ!

આપણે નગુણા
પણ દેખાઈએ શાણા
વાત વાત માં સ્ત્રી નું કરીએ અપમાન
અને સાચવીએ સ્વમાન।

સ્ત્રી ને ના નીચું દેખાડો
તેના વર્તન થી લો ધડો
કેટલી કેટલી સહનશીલતા!
અને પાછી શાલીનતા।

શું આ વિચારોની પરાધીનતા નથી?
શું આપણેસમાનતા માં માનતા નથી?
શા માટે આટલો બધો અત્યાચાર કરીએ છીએ?
આપણું પતન જાતે જ કરીએ છીએ।

પરિવાર ને અકબંધ રાખવામાં એંનો સિંહ ફાળો છે
આપણા બધાનો સાથે રહેવાનો એક માળો છે
એ આપણી માર્ગદર્શક અને કુટુંબ ની શાન છે
આપણું નાક સાચવતી દેવી સમાન છે।

by Hasmukh Amathalal

Comments (0)

There is no comment submitted by members.