બધાજ રૂપ Badhaj

બધાજ રૂપ

દીકરી નો નહી થાય
કોઈ પણ પર્યાય
તેને ના બંધાય
બધાજ રૂપ તેનામાં સમાય।

બધા કહે એને 'જોગમાયા'
આખા સંસાર ની એ રહે છાયા
આખું કુટુંબ ને ખપે એની છત્રછાયા
બસ બધાને જોઈએ એનો સેહવાસ અને પડછાયા

એની કાલી કાલી વાતો
વીતી જાય દુઃખ ની રાતો
એની ના હોય કોઈ શરતો
બસ આંખો માં હોય પ્રેમ તરતો।

હું આખું વિશ્વ તેના માં નીરખું
ભવિષ્ય ને બહુજ નજીક થી પારખું
એના કોઈ બોલ માં સ્વાર્થ ના હોય
બસ એક વાતના દસ અર્થ હોય।

આવો આત્માં આપણા ઘેર!
કદી ના કરશો એનાપર કેર
આપણી વહુ કે પછી દીકરી
ફેલાવશે એજ સુગંધ તમારી।

તે જન્મીજ છે તમારા ઉજ્જવળ નામ કાજે
પણ તમે એને મારી નાખો છો લાજ સાટે
કરો મહેનત એની શિક્ષા કાજે
જે તમને આપશે સંસારનું સુખ આજે।

સંતાનો નું સુખ કદાચ તમને વસમું લાગે
ઘડપણ માં તેનો વિચિત્ર આઘાત લાગે
દીકરી આવી ને સમાચાર પૂછશે
બે ચાર આંસુ ને પાલવ થી લુછશે।

આનુ જ કરજો જતન
તમારા આંખનું હશે એ રતન
જેની દ્રષ્ટિ તમને કરાવશે પ્રભુદર્શન
સંભળાવશે યુગપુરાણ અને કરાવશે કથાદર્શન।

pic - shalibhardra mehta

by Hasmukh Amathalal

Comments (3)

welcome welcome manisha mehta Like · Reply · 1 · Just now Like · Reply · Just now
AaShalibhadra Mehta પ્રણામ.... Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now
આનુ જ કરજો જતન તમારા આંખનું હશે એ રતન જેની દ્રષ્ટિ તમને કરાવશે પ્રભુદર્શન સંભળાવશે યુગપુરાણ અને કરાવશે કથાદર્શન।