બેટી બચાવ Beti

બેટી બચાવ

ક્યાં છે આપણો પડાવ?
કઈ બાજુ છે દેશનો ઝુકાવ?
આપણા દેશ માં કાયદો અને વ્યસ્થા જાળવવા બીજુ જોવું પડે?
માનવીનું હનન ન થાય તે માટે પાશવી અને હેવાન નું મોઢું જોવું પડે।

આતે કેવો પ્રદેશ?
લોકો કરીદે ગેરકાયદે પ્રવેશ
મારી દે અને લૂંટી લે
અને પાછો ઘર ને પણ સળગાવી દે।

હેવાનિયત ની હદ થઇ ગઈ
અપહરણ ને કાયદા નું રૂપ આપતી ગઈ
બિહાર અને ઉત્તરપ્રદેશ આખા દેશનું ધન ભરખી ગયા
છતાં તેઓ ત્યાંના ત્યાં રહી ગયા।

રેલવે ના પાટા ઉખાડી નાખવા
જ્યારે ચાહો ત્યારે માણસોને રહેંસી નાખવા
આજ છે ઉત્તર ના માણસો નો અભિગમ
છતા અમોને છે ભીડવાની હામ।

લોકો જ કહેશે લાવો 'દેહાંતદંડ'
બળાત્કારીઓ ને આપો ખુલ્લા માં દંડ
જપ્ત કરી લો સંપત્તિ જો ભષ્ટાચાર થી મેળવી હોય
છીનવી લો મતાધિકાર જો અમાનવીય કૃત્ય કર્યું હોય।

ચોરો માટે કડક સજા
મોત ઉપજાવવા બદલ પણ આજીવન સજા
સરકારી ખર્ચે તેમનુ ભરણપોષણ નહી
સમાજ માં થી બહિષ્કાર અને જાહેર માં કોઈ સ્થાન નહિ।

આ કરો તો બેટી બચે
બાકી દેશ નું નામ નીચે
જ્યારે પગ નીચે આવે રેલો
પછી ઉપાડવો પડે ફજેતો।

by Hasmukh Amathalal

Comments (0)

There is no comment submitted by members.