દિલ થી થોડું Dil Thi

દિલ થી

Wednesday, December 27,2017
11: 11 AM

દિલ થી થોડું

હું તો કવિ
પહોચું પહેલા રવિ
મારા કાવ્યરસ ને પીરસું
અને તમારા પ્રેમને પણ તરસું।

રોજ નો આ મારો ક્રમ
સવાર હોય કે પછી શામ
તારો ચેહરો મને પ્રતિબિંબિત થાય
કવિની રચના બધેજ વખણાય।

મારી આંખો માં બધુજ દર્શન થાય
મન, વચન અને કાયા થી અવલોકન થાય
કોઈક વખતે આ ટાણું ના સચવાય
તો ચક્ષુ ના દર્શન વડે ભાવવલોકન પણ થાય।

કરું હું એવી કામના
અને સ્વીકારું હું મનોવાંછના
તમે છો જ કમલનયના
રહો સદા ખુશ એજ અમારી અભ્યર્થના

સુર અને રાગ નો સમાગમ
તાલ અને લય નો સંગમ
મારી રચના એજ મારો અભિગમ
સદા ના રાખુ કોરી કલ્પના અને જતાવું ગમ।

કવિ નો સહારો
અને તમારો છે જ સથવારો
આવશે એનો કદીક તો આરો
તમે પણ દિલથી થોડું તો વિચારો?

by Hasmukh Amathalal

Comments (1)

દિલ થી થોડું, , , , , , કવિ નો સહારો અને તમારો છે જ સથવારો આવશે એનો કદીક તો આરો તમે પણ દિલથી થોડું તો વિચારો?