જીવન સફળ કરી લોને Jivan

જીવન સફળ કરી લોને


નથી કેહતો હું ' દફન થઇ જાઓ '
પ્રેમ માં કુરબાન થઇ જાઓ
નામ પણ અમર કરી જાઓ
પણ એક વાત તો કેહતા જાઓ?

શું છે તમારો સંકેત?
કેમ છે આટલો બધો ભેદ!
ગરીબ ને મન શું હોય મહત્વ?
ક્યાં ખોવાઈ ગયું છે સત્વ?

જીવન તો છે જ આપણા માટે
જીવવા અને પર્થદર્શક થવા સાટે
કેમ કરવો પડે પ્રચાર તેના નામપર!
મરી ફિટીએ એના એકજ ઉદગાર કે પછી ઉચ્ચાર પર।

કરી જોજો તેનાપર વિશ્વાસ
અને પછી લેજો શ્વાસ
તેની ધડકન મા હશે એકજ અવાજ
પ્રભુ પણ કેહતા હશે આજ।

પતંગિયા ઓ થઇ જાય છે અમર
નથી એમને કોઈનો ડર
જીવન મળ્યું છે ફક્ત ક્ષણભર
કેમ ના થવું આનંદવિભોર?

મને તમે ના રોકતા
આજ તો છે એકતા
જીવન ની માળા ના અમે ફક્ત મણકા
લઈલો અમારું નામ અને અમે ફરકાવશું પતાકા।

આજે તમે અમારી હસ્તી મિટાવી દેશો
નામ ને પણ ધૂળ માં દાટી દેશો
ફરી અમે ઉગીશું સુંદર વનફૂલ થઇ ને
કહીશું માથું ઉન્નત કરી ને 'જીવન સફળ કરી લોને'

by Hasmukh Amathalal

Comments (1)

આજે તમે અમારી હસ્તી મિટાવી દેશો નામ ને પણ ધૂળ માં દાટી દેશો ફરી અમે ઉગીશું સુંદર વનફૂલ થઇ ને કહીશું માથું ઉન્નત કરી ને જીવન સફળ કરી લોને