લેશમાત્ર શરમ નથીleshmaatr

લેશમાત્ર શરમ નથી

Friday, December 29,2017
10: 09 AM

લેશમાત્ર શરમ નથી

ના કરો ગાંધીજી ને બદનામ
આપણેજ કહયા છે તેમને બાપુ અને આપ્યું હુલામણું નામ
સાચી વાત છે, બાપુ ના લીબાસ માં કોઈ ખિસ્સું નહોતું
પણ માન બરાબર જળવાતું।

બાપુ ને બધોજ ખ્યાલ હતો
કોંગ્રેસ ના લોકો ની રગેરગ જાણતાહતા
સ્વતંત્ર તા પછી પાર્ટી વિખેરવા માંગતા હતા
પણ આ દંભી રાજકારણીઓ થી મજબુર હતા।

એમને તો બાપુ ને ખિસ્સા માં રાખવા માંગતા હતા
"અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશું"
: "લોકશાહી ના મૂલ્યો નું જીવની જેમ જતન કરીશું":
પણ દિલ માં એમ જ હતું કે ખાલી ખિસ્સા જ ભરીશું।

બાપુજી નું પ્રિય ગીત "વૈષ્ણવ જનતો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે"
પણ આજે તો "રાજકારણી એને કહીએજે મલાઈ ખાવનું ખાણે રે "
ખીસા બધા ના ખાલી કરી ને ઉપદેશ દેવાનું જાણે રે
દેશ જાય ખાડા માં પણ પોતાનું તરભાણું ભરે રે।

"ગરીબ અને ખેડૂત " બંને રહયા દીન અને નિર્ધન
ઠાલી ઠાલી વચનો આપી કરતા રહયા શોષણ
રાખ્યા એમને ઘરવિહોણા અને ના આપ્યું પોષણ
બસ કરતા રહયા આપઘાત અને વહાલું કર્યું મરણ।

દેશ ને સાત સાત દાયકા ઓ થી જાતપાત થી વહેંચી
જે રહ્યો નબળો તેનો નાખ્યો રહેંસી
પછી આવ્યા જનતાદળવાળા અને સમાજવાદી
એકે ખાધો ઘાસચારો અને બીજાએબાંગ પુકારી।

એમની ધન પરાકાષ્ટા તો જુઓ
અબજોરૂપિયાઘરભેગા અને પાછી લાલસા તો જુઓ
દેશ ને લૂંટવા માં કાંઈ બાકી રાખ્યું નથી
પણ મોંઢાપર લેશમાત્ર શરમ નથી।

ગરીબો ની એકપણ વાત સાંભળતા નથી
પોતાનો પગાર અને ભત્થા વધારવા માટે સમય બગાડતા નથી
એજ ધ્વની મતે બધા વિરોધી ઓ બિલ પાસ કરે
"ગરીબ મરે કે ખેડૂત"પણ રાજકારણી ઓ મોજ કરે

by Hasmukh Amathalal

Comments (0)

There is no comment submitted by members.