શીળી છાંય Shital

Wednesday, December 27,2017
10: 57 AM

શીળી છાંય

યાદ તો આવે છે
પણ વિશાદ ને સાથે લાવે છે
સાથે આંસુઓનો ધોધ વરાસાવે છે
પણ શીળી છાંય પણ આપે છે।

હું ના સમજ્યો તારા પ્રેમ ને
મોઢુ ફેરવી ને બેઠો ગુમાન માં
ક્યાં જશે તું મારા વગર?
પણ તું બની ગઈ પ્રેમની જાદુગર!

હું નાહક નો ક્રોધ કરી બેઠો
કરી નાખી મશ્કરી અને ઠઠ્ઠો
સમજાણું ત્યારે પડ્યો હતો હેઠો
મેં તેને બમ પાડી "મને કર તો ખરી બેઠો"?

ઘણું મોડું થઇ ગયું એને સમજવા માં
તે તો અદ્રશ્ય થઇ ગઈ હવા માં
આવી હતી પ્રેમ કરવા
ભવસાગર તરવા અને જોડે જોડે તરવા।

હું મુરખ અને અભિમાની
કરી ગણી બધી મનમાની
પણ એ તો કરી ગઈ નાદાની
જાતની આપી કુરબાની અને નાક બચાવ્યું ખાનદાની।

આપણેઅહીંજ પુરવાર થઇ છીએવામણા
સજીએ છીએ સોનેરી શમણાં
જીવ ની જેમ જતન કરતા આવડતું નથી
જતી રહે રાહ માં થી તો સહેવાતું પણ નથી।

પ્રેમ એ તો બલિદાન નો મારગ
આજ તો છે જીવતું હરગ
જો થઈએ નાસીપાસ તો બેડો થાય ગરક
દૂર આકાશ થી એતો હસે છે મરક મરક।

by Hasmukh Amathalal

Comments (1)

પ્રેમ એ તો બલિદાન નો મારગ આજ તો છે જીવતું હરગ જો થઈએ નાસીપાસ તો બેડો થાય ગરક દૂર આકાશ થી એતો હસે છે મરક મરક।