સુખદ વિચાર Sukhad

સુખદ વિચાર

કેટલું સરળ છે જીવન
જાણે જીવંત એક ઉપવન
અમારું સહિયારું એક ઉદ્યાન
સદા ખુશી થી થાય કામ મહાન।

દિવસ ઉગે એમના નામ થી
પવિત્ર નામના ઉચ્ચારણ થી
ભલે દર્શન કરવા ના જવાય સદેહે
પણ કરુણામય ઝરણું વહે અંતરમાંહે।

ખબર ના પડે કે ક્યારે પ્રભાત થયું!
બસ ઉઠ્યાં એટલે પ્રભુ નું સ્મરણ થયું
બહાર સ્વાન મિત્રો ટકટકી લગાવી બેઠા હોય
મારે એમને એકપછી એક વાટકો દૂધ આપવાનું હોય।

કેટલો બધો આનંદ હૈયા માં ઉપજે
સાચી કમાણી નો અર્થ જો કોઈ સમજે
એમની આંખો સદા આશીર્વાદ વરસાવતી હોય
બસ આપણે ખાલી એમની સતાવતી ભૂખ જ જોવાની હોય।

બસ ભગવાને બોલીજ નથી આપી
પણ મને સમજાય ભાષા કાલી કાલી
ખુબજ કેહવા મથે ' તમારો કેટલો કેટલો આભાર'
ક્યારે છૂટશે આ જન્માર।

અમારા પાસેવાળા બેન ધોકો લઈને એમને નિર્દયપણે ફટકારે
કૂતરાનો જીવ નીકળી જાય અને તે જોરજોર થી ચિત્કારે
મારું મન અંદર થી હાહાકાર કરી ઉઠે
હે મનુષ્ય! તને કેમે નસીબ થાય છે રોટલો મોઢે

બધા કહેછે ' આ એમનો છેલ્લો અવતાર'
પછી ધારણ થશે મનુષ્યઅવતાર
કોણ જાણે શું હશે એનો આકાર અને કેમે થશે સાકાર!
મને અસંખ્ય આવે એમના માટે સુખદ વિચાર।

by Hasmukh Amathalal

Comments (10)

1 · 4 hrs Manage Hasmukh Mehta Hasmukh Mehta welcome ramesh chndra nayi Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now · Edited
welcome kirit shah Like · Reply · 1 · Just now Manage
welcome arun v babu Like · Reply · 1 · Just now
welcome hariom barot Like · Reply · 1 · Just now
welcome hariom barot Like · Reply · 1 · Just now
See More