ઝરણું વહે Jarnu Vahe

ઝરણું વહે

ઝરણું વહે મારા અંતર મા
સંગીત થી સાદ આપે ભીતર મા
હું ભ્રમર બની મંડરાઉં ચારેકોર
પણ એતો શાંતિ થી વહે અને ના કરે કોઈ શોર।

એકજ છે જંખના
મળે મને મારી ઝરણા
કોઈ ની નથી મને મણા
બસ સેવ્યા છે મેં મોહક શમણાં।

થશે પૂર્ણ મારી આશા
અને નહિ આપે નિરાશા
હું વિચારોના વમળ માં ફસાઉં છું
પણ તેની સુખાકારી માટે વચનબદ્ધ પણ થાઉં છું।

હું કરીશ આકાશપાતાળ એક
ઠુકરાવીશ સુંદર અને અનેક
એ એકજ છે મારા જીવન માં
વહે છે યાદ એની મારા રગે રગ માં।

બનાવીશ મોહક અને રમણીય ગુલિસ્તાન
જ્યા હશે અમારો સંસાર આને બધા સંતાન
બધા સામે જ હશે અને કરતા હશે કિલ્લોલ
જિંદગી મારી કેટલી બધી હશે અણમોલ?

by Hasmukhlal Amathalallal

Comments (1)

inspiring.