ખૂબી... Khubi

જીવન ની ખૂબી
બુધવાર,26 સપ્ટેમ્બર 2018

દિલ થી તમોને વિનવું
કોશિશ કરીનેરીઝવું
તમે મોટી ભૂલ કરો છો
ભાવુક દિલ ને ઘણું દુખાવો છો।

આપણે મળ્યા કિસ્મત થી
સંસાર માંડ્યો હિ મ્મત થી
જીવન ની કિંમત છે ઘણી
આપણ બંને એ ઇમારત છે ચણી।

રહયા દિલ થી સાથે મળી
દિલ હતી ઘણી ઘણી લાગણી
ના કરી બીજી કોઈ માંગણી
તમે પણ ના કરો કોઈ ઉશ્કેરણી।

હજુની વાતો ને આપશો માફી
નહીંતર થશે ઘણી બદનામી
મારા દિલ ની સાંભળ શો એક અરજ
સોચી, વિચારી લેશો નિર્ણય તરતજ।

લોકો કરશે પાછળ થી ટીકા
રહેવાના પણ પડશે ફાંફા
કોઈ નો સહારો મળશે નહિ
સકયામે થી કોઈ બોલાવશે પણ નહિ।

જીવન ની આજ છે ખૂબી
ના થાવ કોઈ એવા મતલબી
સંબંધ કદી ફોક થતા નથી
અલગ થઇ હેતુ સરતા નથી।

હસમુખ અમથાલાલ મહેતા

by Hasmukhlal Amathalallal

Comments (0)

There is no comment submitted by members.