વચન નિભાવે Vachan

વચન નિભાવે

કોઈકજ વીરલો સંતપુરુષ ના વચન નિભાવે
મને સારું લાગે અને મન ગદગદ થઇ જાવે
પણ એનો પ્રભાવ 'સેઠ ની શિખામણ ઝાંપા સુધી'
આપણી લોભી પ્રવૃત્તિ કેટલી બધી વધી આજે?

ઘણા ધર્મપ્રેમી અનામી દાન કરે
તેનો ઉપયોગ ભલે કોઈ દુર્જન કરે
પણ જે ભાવ એના અંતર માં આવે
અન્ન પણ ઓડકાર તેવોજ લાવે।

અમદાવાદ નો જ દાખલો
એનો આપું તમને હવાલો
બે ભાઈના વર્ષો જુના અબોલા
મહારાજસાહેબ ના વચની થી થયા ઘેલાઘેલા।

અશ્રુ ની વહી ધાર અને થયો ચમત્કાર
મન નો ધોવાઈ ગયો બધો વિકાર
મળ્યા ગળે અને કહ્યું 'મિચ્છામિ દુક્કડમ'
એટલેજ તો વાગે છે જિનશાસના પડઘમ।

આજે ગુજરાતી પેપર માં લેખ વાંચ્યો
માતા બીમાર અને પિતાજીએ ઘરડાઘર માં રેનબસેરા બનાવ્યો
માતા લાચાર, બીમાર અને પિતા અસહાય
ખબર નથી કોને લાગશે આની હાય?

'ના માતાજી ને આપણે સારવાર માટે લઇ જશું '
'પિતાજી ભલે રહે અહિંયા' કાળજી લેતા રહીશું
વૃદ્ધ નું છિદ્ર થી છલની થયું પણ આશીર્વાદ આપતું ગયું
ભલે મને એકાંતવાસ મળે પણ તેનુ તો જીવન સચવાઈ ગયું।

'તમારું ઘર લખી આપો તો તમને પણ લઇ જાઉં'
ઘરના શાણા વહુ એ કહી વાત મન ની ઉપજાઉ
પિતા દ્રવી ઉઠ્યાં પણ હતી મજબૂરી
હવે તો દિલ પાર પથ્થર મૂકી રાખવીજ સબૂરી।

by Hasmukh Amathalal

Comments (3)

Suresh Shah વિરલાનું અનુપમ ઉદાહરણ Like Like Love Haha Wow Sad Angry · Reply · 2 · 4 hrs
welcome shalibhadra mehta Like · Reply · 1 · Just now
તમારું ઘર લખી આપો તો તમને પણ લઇ જાઉં ઘરના શાણા વહુ એ કહી વાત મન ની ઉપજાઉ પિતા દ્રવી ઉઠ્યાં પણ હતી મજબૂરી હવે તો દિલ પર પથ્થર મૂકી રાખવીજ સબૂરી। તમારું ઘર લખી આપો તો તમને પણ લઇ જાઉં ઘરના શાણા વહુ એ કહી વાત મન ની ઉપજાઉ પિતા દ્રવી ઉઠ્યાં પણ હતી મજબૂરી હવે તો દિલ પર પથ્થર મૂકી રાખવીજ સબૂરી।